• હોમ
  • કાર્યક્રમો
  • આઈશ્રી સાચાય માતાજી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

આઈશ્રી સાચાય માતાજી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો

૧૩/૫/૨૦૧૯

મોટા ભાડિયા ખાતે મુંધુડા પરિવાર દ્વારા નિર્માણ કરવામાં આવેલ આઈશ્રી સાચાય માતાજીના નૂતન મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો. તા.૧૩/૫/૧૯ના રોજ વેદાચાર્ય શાસ્ત્રીશ્રી કશ્યપભાઈ જોષીના આચાર્યપદે ચતુર્વેદ, શાંતિ પાઠ, હેમાદ્રી, પ્રધાન સંકલ્પ, ગણપતિ પૂજન જેવી વગેરે ધાર્મિક વિધિઓ કરવામાં આવેલ. સાંજે ૫.૦૦ કલાકે ઘનશ્યામભાઈ ઝુલા અને વાલજીભાઈ ગઢવી દ્વારા રાસોત્સવ યોજાયેલ.

તા.૧૫ ૫ ૨૦૧૯ના રોજ વેદઘોષ, દેવ પ્રબોધન, સ્થાપિત દેવતાપૂજન, ધ્વજારોહણ, પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણાહુતિ હોમ સહિત ધાર્મિક વિધિઓ યોજાયેલ તેમજ સત્સંગ ડાયાભાઈ ગઢવી (મોટી ખાખર) દ્વારા ત્યાર બાદ મહાપ્રસાદ રાખવામાં આવેલ. આ અવસરે કલ્યાણદાસ બાપુ (હિંગરીયા), શાંતિદાસ બાપુ, નાગેશ્વરી માતાજી. કમળામાઁ. ગંગામાં, કામઇમાં. થાઇમાં, ધનબાઈમાઁ, લાછબાઈ માઁ સહિત માતાજીઓ, સાધુ સંતો ઉપસ્થિત રહી આશીર્વચન આપેલ.

આ અવસરે શ્રી વિરેન્દ્રસિંહ જાડેજા (ધારાસભ્ય, માંડવી), પુષ્પદાનભાઈ ગઢવી, દેવરાજભાઈ ગઢવી, દેવીદાનભાઈ ગઢવી (જામનગર) સહિત સામાજિક આગેવાનો ઉપસ્થિત રહેલા.