ચારણોના કુળદેવી ચાળકનેચી માતાજીનો પ્રાણતિષ્ઠા મહોત્સવ

૧૮/૦૭/૨૦૧૯

મિસણ શાખાના ચારણોના કુળવેદી ચાળકનેચી ચામુંડા માતાજીનો પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ તા.૧૮ના મીઠાવેઢા બજરંગપુર (વેરતીયા) તા.જિ.જામનગર ખાતે યોજાઈ ગયો. જેમાં બજરંગપુરા, ધુતારપરના ગ્રામજનો પણ જોડાયા. આ પૂર્વે તા.૧૭ના મોજીલા હનુમાનજી મહારાજનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાયો.

તા.૧૮ના સવારે ૭.૩૦ કલાકે ગણપતિ પૂજન, ૧૨.૩૦ કલાકે શ્રી દેવી યાગ મહોત્સવ(પાંચકુંડ) હવનનું બીડું હોમાયુ. સાંજે પાંચ વાગ્યે મહાપ્રસાદ, રાત્રે ૯ કલાકે ડાયરો યોજાયો. સમસ્ત મિસણ પરિવાર આ માતાજીના પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવમાં ને ઉપસ્થિત રહ્યાં હતાં.