• હોમ
  • કાર્યક્રમો
  • મોટા ભાડિયા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

મોટા ભાડિયા ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન સેમિનાર યોજાયો

૧૧/૫/૨૦૧૯

કચ્છ ચારણ-ગઢવી સમાજના સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરતા વિદ્યાર્થીઓ માટે આઈશ્રી દેવલમાઁ(સવની વેરાવળ)ના સાંનિધ્યમાં તા.૧૧/૫/૧૯ના રોજ શ્રી ચારણ સમાજ વાડી, મોટા ભાડિયા, તા.માંડવી,જિ.કચ્છ ખાતે સ્પર્ધાત્મક પરીક્ષાઓ માટે માર્ગદર્શન સેમિનારનું આયોજન સવારે ૯.૩૦ થી સાંજે ૬.૦૦ વાગ્યા સુધી કરવામાં આવેલ જેમાં શ્રી શ્યામભાઈ ગઢવી (નાયબ સેકશન અધિકારી,ગાંધીનગર) તથા ગાંધીનગરની પ્રખ્યાત એકેડમી(AngelAcademy ના સ્થાપક અને સંચાલક શ્રી સામતભાઈ ગઢવી (૧૬ જેટલી ગુજરાત સરકારની પરીક્ષાઓ પાસ કરનાર) તેમજ પૂજાબેન એન. ગઢવી(માંડવી) દ્વારા અમૂલ્ય માર્ગદર્શન આપવામાં આવેલ.

આ સેમિનારમાં કચ્છ જિલ્લાના ચારણ ગામોમાંથી ૩૫૦થી વધારે વિદ્યાર્થી ભાઈ-બહેનો ઉપસ્થિત રહેલા.

આ સેમિનાર આઈશ્રી દેવલમાઁની પ્રેરણાથી વાલજીભાઈ કરશનભાઈ બાંઢાના નૂતન ગ્રહ પ્રવેશ એવમ બાઢા પરિવાર કુળકથા(પરિયો) તા.૧૦/૫/૧૯ નિમિતે બાંઢા પરિવાર તેમજ આઈશ્રી સાચાય માતાજી નૂતન મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ તા.૧૩ થી ૧૫/૫/૧૯ નિમિત્તે મુંધુડા પરિવાર દ્વારા સંયુકતપણે સેમિનારનું આયોજન કરવામાં આવેલ.

આ સેમિનારને સફળ બનાવવા માટે કાનજીભાઈ ધનરાજભાઈ મુંધડા, રાણશીભાઈ માભાઈ મૌવર, માણેકભાઈ થરીયા, માણેકભાઈ વિધાણી, કરમણભાઈ થરીયા સહિત મોટા ભાડિયાની યુવા ટીમ અને વિદ્યાર્થીઓ જહેમત ઉઠાવેલ.

સંચાલન અને આભારદર્શન કરશનભાઈ ગઢવી(પત્રકાર), નારણભાઈ ગઢવી(એડવોકેટ એન્ડ નોટરી દ્વારા કરવામાં આવેલ.