ગઢવી કન્યા છાત્રાલય લોકાર્પણનો અમૂલ્ય અને યાદગાર અવસર

૨૧-૦૮-૨૦૨૦

ઉદ્ઘાટન કરતા મુખ્યદાતા શ્રી જબ્બરદાનભાઈ ગઢવી, પૂર્વ સાંસદ શ્રી પુષ્પદાનભાઈ ગઢવી, કચ્છ જીલ્લા પ્રમુખ શ્રી વિજયભાઈ ગઢવી તથા સમાજના અન્ય મહાનુભાવો અને બાલીકાઓ

આદિપુર (કચ્છ) મધ્યે શ્રી અમીત જબરદાન ગઢવી મેમોરીયલ ચેરીટેબલ ટ્રસ્ટ-આદિપુર દ્વારા સંચાલીત શ્રી જબરદાન નારણજી રત્ન (અયાચી) દ્વારા નવનિર્મિત ચારણ કન્યા છાત્રાલયનું લોકાર્પણ તા.૨૧-૦૮-૨૦૨૦નાં રોજ કરવામાં આવેલ ચાલુ શૈક્ષણિક સત્રથી જ કેટલ શરુ કરી દેવામાં આવશે, તો સમસ્ત ગુજરાતના ગઢવી સમાજની કોઈપણ દિકરી ધોરણ-૬ થી કોલેજ સુધીના અભ્યાસ માટે ‘ગઢવી સમાજ કન્યા છાત્રાલય,આદીપુર” માં રહી ને અભ્યાસ કરવા માંગતી હોય તો તેવી દિકરીઓએ પોતાનું જે તે સંસ્થામાં ઓનલાઈન એડમીશનની પ્રક્રિયા પૂર્ણ કરી લેવા વિનંતી છે અને જ્યારથી સ્કુલ કોલેજો ના નિયમિત વર્ગો શરૂ થશે ત્યારથી આ છાત્રાલયમાં તે દિકરીઓ માટે રહેવા-જમવાની વ્યવસ્થા શરૂ કરી દેવામાં આવશે. દાતાશ્રીઓ દ્વારા દીકરીઓ દત્તક લીધેલ હોય દીકરીઓ પાસેથી હોસ્ટેલ ફી લેવામાં નહિ આવે. જેની ગઢવી સમાજની તમામ દિકરીઓ અને તેમના વાલીઓએ નોંધ લેવા વિનંતી છે. જે લોકોને સ્થાનિક આદિપુરા ગાંધીધામ ની શાળા- કોલેજોના સંપર્ક નંબર સહિતની માહિતી જોઈતી હશે તેમને પીડીએફ ફાઈલ મોકલી આપવામાં આવશે આ બાબતે વધુ વિગતો માટે સંપર્ક કરીશકોછો.