• હોમ
  • કાર્યક્રમો
  • ગીરના ચારણ માલધારી પરિવારો માટે ત્રણ સામાજિક સંસ્થાઓની સંવેદના

ગીરના ચારણ માલધારી પરિવારો માટે ત્રણ સામાજિક સંસ્થાઓની સંવેદના

૨૩/૫/૨૦૨૧

તા.૨૩/૫/૨૧ રવિવારના રોજ રાજકોટ ખાતે આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા સમાજની વાડી ખાતે દાતાશ્રીઓના સહયોગથી આશરે નવ લાખ રૂપિયાથી વધુના ખર્ચે ૧૧૩ જરૂરિયાતમંદ પરિવારને અનાજ કિટ અને રોકડ સહાય વિતરણનો કાર્યક્રમ યોજાઈ ગયો.

ઉપરોકત કાર્યક્રમમાં કનુભાઈ વિલ અને ભગવતભાઈ સોયા દ્વારા કુદરતી આપત્તિનો ભોગ બનેલા ગીરના ચારણ માલધારીઓની મદદે પહોંચવું જોઈએ તે પ્રકારની રજૂઆત થતાં ઉપરોક્ત ટ્રસ્ટના ટ્રસ્ટીશ્રીઓ સર્વશ્રી બાબભાઈ, રામભાઈ, નારણભાઈ, રમેશભાઈ, હરેશભાઈ વગેરે હાજર હતા અને સર્વે હોદ્દેદારો સહમત થયા હતા. એકથી બે ભલા કહેવત અનુસાર આઈશ્રી સોનલમા એજયુકેશન એન્ડ ચેરિટેબલ ટ્રસ્ટ, ઈન્દુબેન ધીરૂભાઈ ગઢવી મેમોરિયલ ટ્રસ્ટ તથા શ્રી સોનલમા સેવા સહાય ટ્રસ્ટ, રાજકોટ એમ કુલ ત્રણ સામાજિક સંસ્થાઓના સંયુકત ઉપક્રમે ગીરમાં વસતા ૪૦થી વધુ ચારણ માલધારી પરિવારો માટે આશરે એક લાખ અને છવ્વીસ હજારના ખર્ચે તાત્કાલિક અનાજ રાશન કિટ સર્વે કરીને તૈયાર કરવામાં આવી હતી(જેમાં ઘઉંનો લોટ, તેલ, ચા-ખાંડ, ગોળ, કઠોળ તથા મરી- મસાલા વગેરેનો સમાવેશ કરવામાં આવ્યો હતો.)


પરિવાર દીઠ રૂ.૩,૧૨૫/-ની અનાજ/રાશન કિટ ઘઉંનો લોટ(૩૦ કિ.ગ્રા.), તેલ(૦૫ કિ.ગ્રા.), ગોળ(૦૨ કિ.ગ્રા.), ખાંડ(૦૫ કિ.ગ્રા.), ચા(૧ કિ.ગ્રા.). ચોખા(૦૫ કિ.ગ્રા.), ચણાની દાળ(૧ કિ.ગ્રા.)  મગ(૦૧ કિ.ગ્રા.) મગની દાળ(૨.૫ કિ.ગ્રા), મરચું (૫૦૦ ગ્રામ), ધાણાજીરું(૨૫૦ ગ્રામ), હળદર(૨૫૦ ગ્રામ), મીઠાની થેલી(૦ર નંગ) બટેટા (૦૫ કિ.ગ્રા.), ડુંગળી(૦૫ કિ.ગ્રા.), તાલપત્રી(૦૧ નંગ)


ઉપરાંત લાભાર્થી પરિવારોને તાલપત્રીની જરૂરિયાત હોઈ લંડન સ્થિત દાતાશ્રીઓના સહયોગથી ભગવતભાઈ સોયા મારફત તાલપત્રીની સહાય તથા ટ્રસ્ટીશ્રી નિતુભાઈ ઝીબાના મારફત આ પરિવાર માટે રૂા.૫૦૦/-નું રોકડ અનુદાન સહાય મેળવી આપી હતી.

તા.૨૭-૫-૨૦૨૧ બુધવારના વહેલી સવારે રાજકોટથી ખાનગી વાહન ટ્રક ભરીને ટ્રસ્ટીશ્રી રમેશભાઈ જાળગ અને કાર્યકર્તાશ્રી કનુભાઈ વિકલની આગેવાનીમાં સર્વશ્રી નનકુભાઈ જળ, ગંગદાસભા બાવડા તેમજ ભારભા બાવડા, આ પાંચ સભ્યોની ટીમ સહાય વિતરણ કરવા માટે ગીર તરફ રવાના થઈ હતી. સાંજ સુધીમાં ૪૦ પરિવારને સામાજિક હૂક અને આદર સાથે સહાય વિતરણ કરી મોડીરાત્રે ટીમ રજકોટ પરત ફરી હતી. સમાજના દાતાશ્રીઓના સહયોગથી કુદરતી આફતને અવસરમાં ફેરવી હતી.(કુલ રૂા.૧,૨૩,૦૦૦+ ૫૦+૨૫,૦૦નું વિતરણ કર્યું.

ઉપરોકત કાર્યમાં લંડન સ્થિત દાતાશ્રીઓ, રાજકોટ શહેરની જુદી-જુદી ત્રણ સામાજિક સંસ્થાઓના ટ્રસ્ટીશ્રીઓ તથા સામાજિક અગ્રણીઓ અને યુવાનોએ જહેમત ઉઠાવી હતી. સમાજે તેને આવકારીને ધન્યવાદ આપ્યા