ઢોકળવા ગામે મોગલ માનો તરવેડો યોજાયો

૨૯/૧૦/૨૦૧૯

સુરેન્દ્રનગર જિલ્લાના ચોટીલા તાલુકાના ઢોકળવા ગામે સમસ્ત ચારણ સમાજુ દ્વારા આઈશ્રી મોગલ માતાજીના જન્મદિન નિમિત્તે આસો સુદ તેરસ, ગુરુવાર તા.૨૯/૧૦ના રોજ ‘સોનલ શક્તિધામ’ ખાતે મોગલમાના તરવેડાનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે માતાજીની પૂજનવિધિ બાદ ૧૦૮ દીપ પ્રાગટયથી સંધ્યા આરતી કરવામાં આવી હતી. સાંજના મહાપ્રસાદ રાખવામાં આવ્યો હતો. રાત્રે ૧૦ કલાકે શકિતવંદના ભવ્ય લોકડાયરો રાખવામાં આવ્યો હતો. જેમાં ભરત આસણીયા(દરશાલી સાહિત્યકાર અનુભા જામગ, નયનભાઈ સોયા, ખીમરાજ ગઢવી, ઉમેદભા ગઢવી, અજયસિંહ ડાભી વિગેરે કલાકારોએ માતાજી ચરજુ૨જુ કરી સૌને પ્રભાવિત કર્યા હતા. ઢોકળવા ગામના યુવાનોએ આ મહોત્સવ માટે સારી જહેમત ઉઠાવી હતી.